Monday, June 24, 2013

ઉનાળા નો યાદગાર પ્રવાસ... (પ્રવાસ વર્ણન ૨)


             
                                   અગાઉની પોસ્ટ મા જણાવ્યા મુજબ સુરતથી દેરડીનો પ્રવાસ અમારે ૨*૧ સ્લિપીંગ કોચમાં કરવાનો હતો, લગભગ ૪૫૦ કિ.મી ની જર્ની મા બસો સામાન્યપણે સાંજ પછી ઉપડતી હોય છે. નાઈટ ડ્રાઈવીંગ કરીને સવારે ૧૦ વાગ્યાની આસપાસ પહોચાડે, અમારી બસનો ટાઈમ  રાત્રિ ના ૧૧ વાગ્યાનો હતો, લકઝરી બસોમા ફરવાની મજાપડે, અમે અમારા સોફા પર ગોઠવાઈ ગયા,(૨*૧ બસોમાં સીટો નથી હોતી,ત્યા બેડશીટ જેવા સોફા હોય છે.) ડબલબેડ જેવા મોટા સોફામા આરામથી લાંબા થયા, અમારા માસા અમને મુકવા આવ્યા હતા, બસ ઉપડી,ને ટાઈમ ક્યા જતો રહે ખબરજ ન પડે..આ બધી લાંબા રૂટની બસોમાં ૩ જેટલા હોલ્ટ થાય છે,દરેક હોલ્ટમાં નાસ્તા-પાણી કરીએ..!! અમારી બસમા ૩ હોલ્ટ તો થયા ઉપરાંત એક બોનસમા હોલ્ટ મળ્યો, કારણ કે સવારના લગભગ ૬ વાગ્યા હશે ને અમારી બસ ના ડ્રાઈવર સાહેબ કહે કે બસની ઓઈલ-પાઈપ ફાટી છે, અડધો કલાક જેવુ લાગશે,પણ આતો સારુ છે કે સામેજ હોટલ હતી તો પેસેન્જરોનો ટાઈમપાસ થઈ ગયો, ને લગભગ ૧૧:૪૫ વાગ્યે અમે મામા ના ઘરે પોહચ્યા...!! હાશ..લોંગ ડ્રાઈવ બાદ..!!

                                               ઘરમાં પોહચ્યા બાદ થોડીજ વારમાં ફ્રેશ થઈને જમવા બેઠા, ને અગાઉની પોસ્ટ જણાવ્યા મુજબ ખવડાવવાનું ચાલુ થયુ, કેરીનો રસ ખાવાની મજા આવી ગઈ, ત્યારબાદ સફર નો.....લોંગ ડ્રાઈવ નો થાક ઉતાર્યો, ને સાંજે ઉઠ્યાબાદ પરિવારજનો સાથે ગોષ્ઠી કરવામાં મોડી રાત થઈગઈ (હવે મોડા સુધી બપોરના આરામ બાદ ઉંઘ પણ ન આવે ને..!!) રાત્રે ધાબા પર ઠંડા પવન ની લહેરમાં આખુ પરિવાર (અમારા મામાને ત્યા જોઈન્ટ ફેમિલી છે.) મીઠી નીંદર માણતુ હોય..!! ગામડાના વાતાવરણની મહેક ખુબજ સૂંદર લાગે..!! 
   
                                            દેરડી ગામનો પરીચય આપવાનો તો રહી જ ગયો,,!! સોરી સોરી.. ગામ ની વાત કરું તો રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાનુ સૂંદર ગામ, આમતો મોટુ ગામ છે, ત્યા સુરત શહેરની જેમ હિરાઉધોગ સારો ચાલે છે, દરેક વસ્તુઓ ગામમાં જ મળી રહે છે, શહેરમાં જવાની જરૂર નથી. અને ટ્રાંસ્પોર્ટેશન પણ સારુ એવુ છે, અમદાવાદ,રાજકોટ,સુરત વગેરે શહેરની બસો પણ ત્યાથી મળી રહે છે... હવે ત્યા વીજળી પાણીની પણ સમસ્યા નથી, તમામ પ્રકાર ના સાધનો ઉપલબ્ધ છે..

                                       હુ જે સમયે ત્યા ગયો હતો તે સમયમા રાજકોટ તથા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમા દુકાળ ની સ્થિતિ સર્જાઈ હતી, જેથી પાણીની તકલીફો હતી. ૧૦ થી ૧૫ દિવસે પાણી આવે..!! ત્યા ખેતરમાં કુવો હોવાથી પાણી ત્યાથી ભરીને ટ્રેકટરમા લાવતા. ત્યા રાત્રે જમ્યાબાદ બરફગોલા ખાવા જતા...!! ખુબજ મજા આવતી બરફગોલા ની ડીસ ખાવાની...

                                     લગભગ ૧ અઠવાડિયુ ત્યા રોકાઈને અમે અમારા માસીયાઈને ત્યા ગયા,અનિડા નામનુ અમરેલી જીલ્લાનુ કુકાવાવ તાલુકા નુ નાનકડુ સૂંદર ગામ. ત્યા પણ લગભગ ૧ અઠવાડીયુ રહ્યા.સૌરાષ્ટ્રની મહેમાનગતી ખુબજ સૂંદર છે.ત્યા મહેમાનને ભગવાનની જેમ સાચવે. ત્યાથી એક દિવસ અમરેલી અમારા સબંધીને ત્યા રોકાયા, ને ત્યા થી દેરડી થઈને અમદાવાદ પરત. લગભગ ૧ મહીના જેટલુ ફરીને પાછા આપણા અમદાવાદ મા પાછા ફર્યા..!!
                

                                          


                                               

Wednesday, June 19, 2013

ઉનાળા નો યાદગાર પ્રવાસ... (પ્રવાસ વર્ણન ૧)

                                              ૯ મે ૨૦૧૩,સવાર ના ૬ વાગ્યાની સાથે જ અમારો સફર શરૂ થયો, ઉનાળાના આકરા તાપ અને અમદાવાદની ગરમી માં સવારની ઠંડક સારી લાગતી હતી,સફરની વાત પર આવીએ તો મારે અમારા સબંધીઓ ને ત્યા રહેવા જવાનુ હતુ,જેમા અમારા માસીયાઈ ભાઈ(કઝીન)પણ જોડાયા હતા,વેકેશન ના નિયમ અનુસાર દરેક બાળકો એમના મામા,માસા,માસી,કાકા,કાકી ના ઘરે જાય,તો અમે પણ બાકી કેમ રહી જઈએ ભાઈ..?? મોટા થયા તો શુ થયુ બરાબર ને..?? તેથી અમે પણ અમારી ટુર ઉપાડી... અમદાવાદ થી સુરત,સુરત થી મામા ને ત્યા દેરડી(રાજકોટ જિલ્લામા ગોંડલ તાલુકા નુ ગામ) ત્યા થી માસીયાઈ ભાઈ ના ગામ અનીડા(અમરેલી જિલ્લામા કુંકાવાવ તાલુકા નુ ગામ) ત્યા થી અમરેલી,અમરેલી થી પાછા દેરડી,અને ફાઈનલી આપણા ઘર અમદાવાદ...!! જેમા લગભગ ૨૦ થી ૨૫ લોકો ને ત્યા જમવાનુ કે ચા-પાણી નુ આમંત્રણ સ્વીકારવાનુ.

                                      તો સવારના ૭ કલાક ની અમદાવાદ થી સુરત તરફ જતી એસ.ટી બસમા અમારો સફર શરૂ કર્યૉ, સવાર સવારમાં એક્સ્પ્રેસ હાઇવે પર જતી બસને જોવાનો આનંદ અનેરો હતો,કોલ્ડ્રીંક-વેફર્સનો આનંદ માણવાની સાથે સાથે સફર ની મજા જ કઈક ઓર હોય છે.. લગભગ ૧૨;૩૦ કલાકે સુરત ઉતર્યા,ને હજી ઉતર્યાની સાથે જ યજમાન(એટલે કે અમારા માસા)અમને તેડવા આવ્યા,સુરત શહેરમા વરાછા વિસ્તાર મા તેઓ એક ફ્લેટમાં રહે છે,વરાછા વિસ્તારની વાત કરો તો સુરતનો એક મોટો પોશ વિસ્તાર છે,જ્યા સૌથી વધુ મુળ સૌરાષ્ટ્ર ના લોકો વસે છે,એક પ્રકારે સૌરાષ્ટ્રજ કહો તો પણ ચાલે,સૌ કોઇ કાઠીયાવાડ ના લોકો જોવા મળે,થોડીક ક્ષણ માં અમે એમના ફ્લેટ પર પોહચ્યા,તે ફ્લેટ જુના બાંધકામ વખતનો છે,જેથી તેમા લિફ્ટ ની સવલત નથી,અને તેમનો ફ્લેટ ચોથે માળ હતો,અમેતો અમારા બોરીયા ઉપાડતા ૧...૨...૩.... અને છેવટે ૪ માળે પોહચ્યા.હાશ....!! હવે તો નક્કી કર્યુ છે, કે બને તો હવે ઉનાળામાં કોઇ ના ઘરે જવાનુ ટાળવુ. એનુ ફક્ત એકજ કારણ છે કે એકતો ઉનાળામાં પાણી,ઠંડાપીણા..એમ વધારે પીવાતા હોય તો ભુખ ઓછી લાગે, ને કોઇ ના ઘરે જઈએ તો સૌથી પહેલા વેલકમ ડ્રીંક આવે ત્યારબાદ જમવાનુ અને એમાય ઉનાળા ના સ્વામી એટલે કેરી...અને કેરી નો રસ..ઓહોહોહો..કોને ન ભાવે..પણ ભુખ જ ઓછી લાગે તો શુ લુમ કેરી ખાવાના..!!! અને જેના ઘરમા તમે જમવા જાઓ તો તો આપણ ને ખબર છે આપણા ગુજરાતીઓ ની સ્ટાઈલ,ખાધા કરતા ખવડાવે જાજુ.
                            
                                          અમે ઘરમા પ્રવેશ કર્યૉ,ને પ્રવેશતાની સાથે જ વેલકમ ડ્રીંક આવ્યુ.ને ત્યારબાદ કેમછો..મજામા.?? શુ કરે છે ઘરે બધા..?? એવી જ્યા ત્યા ની વાતો કર્યા બાદ જમવાનુ પિરસવામા આવ્યુ..!! ને મારી કઠણાઈ શરૂ થઈ...!! કારણ કે અમે ટ્રાવેલીંગ દરમ્યાન ઘણુ બધુ કોલ્ડ્રીંક-નાસ્તો કર્યો હતો,(આમ તો ના કરવા જેવો હતો પણ હવે થાય શું ??) અને ભાઈ જ્યા જમવા જાવ ત્યા થોડુ આ બધી પીડા જોવાય,,!!!, જાત-જાત ની વાનગીઓ પીરસવામા આવી...!! ખરેખર ફુલપેટ ખાઈને જે ઊંઘ આવી છે ને..!! આ હા હા...!! સાંજના ૫ વાગ્યા સુધી આરામ કર્યો....ત્યારબાદ વાતો-ચીતો માં સમય પસાર કર્યો, રાત્રે સુવા માટે અમે ફ્લેટના ધાબા પર જતા હતા,કારણ કે અમારા ઉપર સીધુ ધાબુ આવતુ હતુ. ઉનાળામાં ધાબાપર સુવાની મજાજ કઈક જુદી હોય છે...!! વાતો કરતા કરતા ક્યાય મોડી રાત વિતી જાય ખબર જ ના પડે..!! ઠંડો ઠંડો પવન વાતો હોય, ને મીઠી નીંદર બાદ સોનેરી સવાર.

                                સુરતમાં અમારા માસીયાઈ ભાઈના અમુક સગા-સબંધીઓ રહે છે, હવે વર્ષો બાદ સુરત ગયા હોય અને તેમના ઘરે પણ મહેમાનગતી કરવા ના જઈએ તે અયોગ્ય ગણાય, તેથી અમે ત્યા પણ ગયા, લગભગ ૩ જેટલા ઘરે જવાનુ હતુ દરેક જગ્યાએ જમવાનુ આમંત્રણ, અને પાછુ ત્યા રોકાવુ પણ પડે, એટલે લગભગ ૩ દિવસ સવારનુ જમવાનુ તે બધાને ત્યા થઈ જતુ, સાંજે અમે અમારા માસા ના ઘરે પાછા આવી જતા. એમ ૩-૪ દિવસ તો ક્યા નીકળી ગયા ખબર જ ન પડી. ત્યારબાદના દિવસોમાં સવારે આંટો મારવા માટે સુરતના વિસ્તારોમાં ફરતા બપોર થતા ઘરે આવી પાછા સાંજના નીકળી પડતા,એમ કરતા કરતા અઠવાડિયુ નીકળી ગયુ, રવિવાર ના દિવસે અમારા માસા તથા સહકુટુંબ ઉભરાટ બીચ પર ફરવા ગયા. તે દરિયા કિનારા ના વર્ણનમાં કહીએ તો તે દરિયો આમ ઢાળમા આવતો હોય એટલે કે રસ્તાના સ્પિડ બ્રેકરની જેમ ઉભરાઈને આવતો હોય તેમ લાગે, કદાચ તેથીજ તેનુ નામ ઉભરાટ પડ્યુ..સુરત જેવા શહેરમાં રહેવાની મજા પડે, જ્યા મેઈનરોડ જોવો ત્યા બ્રીજ જોવા મળે, જોકે આમા ટ્રાફીકની સમસ્યાનો ઉકેલ આવે, તાપી નદીના ભરડાને કારણે ત્યા ગરમીનુ પ્રમાણ ઓછુ જોવા મળે,(અમદાવાદ કરતા તો ખુબજ ઓછુ..!!).  સુરતના પ્રવાસ નો અંત અહી થાય છે, નવા નવા લોકોને મળવાની, તથા અનેક યાદો ને મનમા પુરી ને હવે મામાનાં ઘરનો વારો છે...ત્યા પણ જઈ આવીએ ને....!!

                                      અમારે બુધવારે સુરત થી દેરડી ગામે જવાનુ હતુ.. જેનુ વર્ણન પછીની પોસ્ટ માં કર્યુ છે..