Monday, July 23, 2012

ચાલ્યો છે એ પળ

હતી કોઇ વાત એ પળ મા જે હસાવી ને ચાલ્યો ગયો,
બસ યાદો ની દાસ્તાન આપી ને ચાલ્યો ગયો,

રાહ જોવી છે એ પળ જો પાછો આવે ફરી ક્યાક,
તો ભેટીશુ એ પળ જેણે આપી ખુશી ની એક મુલાકાત ક્યાક.

પાછી ફરી ને નથી આવતો વીતી ગયેલ પળ પણ,
યાદ કરી ને જીવી જાણીયે છે તે વીતી ગયેલ પળ.

શુ હતી એ વાત મને આજ પણ યાદ છે,
કોઇક તો હતી ખુશી જેનો આજ પણ અહેસાસ છે.

રહે છે સદાય એ આશ જીવવા ની ફરી એ પળ,
રહે છે સદાય રાહ આવવાની તે વીતેલ પળ.. 

જીવ્યા હતા કોઇ ના માટે ક્યારેક કોઇ સમય મા,
જીવવુ છે હવે આપણા માટે હવે પછી ના સમય મા,


લાગી રહ્યુ છે દિલ મા એવુ કે આવશે એ પળ
કે જે બોલાવી રહ્યો છે મન ને વીતી ગયેલ પળ,

કશુ જ ન હોય તો ભલે જીંદગી બાકી છે ઘણી,
બોલાવીશુ એક સમયે તે વીતી ગયેલ પળ.

નથી હવે કોઇ ચીંતા બાકી છે હજી યુવાની,
ઘણી થશે ખુશી અંત સુધી આવશે સામેથી એ પળ  


                                                                                            -  અંકુર પટેલ






Wednesday, July 11, 2012

મને યાદ આવે છે.....



ધોધમાર વરસાદ મા ભીંજાતા ભીંજાતા
       બાળપણ મા કરેલા પાણી ના છબછબીયા યાદ આવે છે...

કોલેજો ના પગથીયા ચડતા ચડતા
          બાલમંદિર ના નાના નાના પગથીયા યાદ આવે છે...

કોલેજ મા બંક મારતી વખતે
શાળા એ ન જવાની જીદ યાદ આવે છે....

કોલેજો મા નોટ્સ બનાવતા બનાવતા
બાળપણ નુ લેશન યાદ આવે છે...

કેન્ટીન મા નાસ્તૉ કરતા કરતા
શાળા મા લઇ જતો નાસ્તા નો ડબો યાદ આવે છે....

મોર્ડન જીન્સ ટી-શર્ટ પહેરતા પહેરતા
       બાળપણ ના સ્કૂલ યુનિફોર્મ યાદ આવે છે .....

મિત્રો સાથે હસતા હસતા કલાસરૂમ મા જતા જતા
શાળામા મુકવા આવેલ મમ્મી ને રડતા રડતા ટાટા કહેવાનુ યાદ આવે છે...

બાયનરી,ડેસીમલ,હેક્ઝા,ઓક્ટલ ની ગણતરી મા
બાળપણ ના એકડા યાદ આવે છે...

વિદેશી કંપનીઓ ના પિઝા,બર્ગર ખાતા ખતા
બાળપણ મા ખાધેલા પફ,ચોકલેટો અને આઇસક્રીમ યાદ આવે છે....

થન્સઅપ,કોકાકોલા,સ્પ્રાઇટ પીતા પીતા
બાળપણ ની ૧રૂ. વાળી પેપ્સીકોલા યાદ આવે છે...

કોમ્પ્યુટર મા ગેમ રમતા રમતા
બાળપણ ની રમેલી વિડીયો ગેમ યાદ આવે છે...


મોબઈલ,લેપટોપ ની વાતો કરવામા
બાળપણ મા કરેલી રીમોટ વાળી ગાડીઓ ની વાત યાદ આવે છે..


મિત્રો સાથે બાઈકો લઈ ને ફરવા જતા જતા
બાળપણ મા મિત્રો સાથે ફેરવેલી સાઈકલ યાદ આવે છે...


રાત્રે બેડશીટ પર સુતા સુતા
ઘોડીયા મા સુતેલા પળ યાદ આવે છે...


વેકેશન મા ફરવા જતા જતા
મામા ના ઘરે વીતાવેલ પળ યાદ આવે છે...


ઓફિસ ચેર મા જુલતા જુલતા
બાળપણ ના હીંચકા યાદ આવે છે..


મોર્ડન હાઈટેક જમાના મા
બાળપણ ની શાન્તી વાળુ જીવન યાદ આવે છે..


બાળપણ નુ સ્મરણ મને થાય છે
મને બાળપણ યાદ આવે છે.....

                                                    - અંકુર પટેલ









Wednesday, July 4, 2012

ગુજરાતી છીએ ભાઇ..!!


       વધેલા શરીરવાળા ગુજરાતીઓ માટે કસરત એટલે જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે. મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં ગુજરાતીઓની માસ્ટરી છે. પાનના ગલ્લા અને ચાની કીટલીઓ એ ગુજરાતીઓ માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ સ્થાનકો છે. સાચો સમાજવાદ આ બે જગ્યાઓએ જ જોવા મળે છે. અહીંયા ગાડી, સ્કૂટરવાળા સાથે જ મજૂર પણ ઊભો રહી ચા પીતો હોય છે. (આ વાત પર બે કટિંગ ચા થઈ જાય, હોં ભઈ!)
         
      દરેક ગુજરાતી મા-બાપને તેમના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર કે સી.એ. બનાવવામાં જ રસ હોય છે. સંતાનોની કરિયર મા-બાપ જ નક્કી કરે છે. કોઈ ગુજરાતી મા-બાપને એવું કહેતા સાંભળ્યા નથી કે ‘મારે મારા દીકરાને કલાકાર બનાવવો છે, મારે મારી દીકરીને ચિત્રકાર બનાવવી છે, મારો દીકરો ફોજમાં જશે, મારી દીકરીને એથ્લિટ બનાવવી છે, મારા દીકરાને ફેલ્પ્સ જેવો તરવૈયો બનાવવો છે.’ (નાટક-ચેટક, કવિતા, સાહિત્ય-લેખનના રવાડે ચઢેલા છોકરાંવને તો આઉટલાઈનના કહેવાય છે, હોં ભઈ !)

                  રૂપિયા કમાવા સિવાય બીજો કોઈ પણ શોખ ન ધરાવતા ગુજરાતીઓનો એક શોખ ખૂબ જાણીતો છે રજાઓમાં ફરવા જવાનો અને તે પણ સાથે ખૂબ બધા નાસ્તા લઈને. જ્યારે અને જ્યાં પણ ફરવા જઈએ ત્યારે ડબ્બાઓના ડબ્બા ભરીને સેવમમરા, ઢેબરાં,ગાંઠિયાં, પૂરીઓ, અથાણાં સાથે લઈને નીકળીએ છીએ. ઘર બદલ્યું હોય એટલો બધો સામાન લઈ ટ્રેનમાં ખડકાઈએ છીએ અને ટ્રેન ઉપડે કે પંદર જ મિનિટમાં રાડારાડી કરતાં નાસ્તાઓ ઝાપટવા મંડીએ છીએ અને ઢોળવા મંડીએ છીએ. ગુજરાતીઓના ફરવાના શોખના કારણે પરદેશની ટૂરમાં ગુજરાતી થાળી મળતી થઈ ગઈ છે. જો ગુજરાતીઓ ફરવાનું બંધ કરી દે તો બધી જ ટ્રાવેલ્સ એજન્સીઓ અને પેકેજ ટૂર, કપલ ટૂરવાળાઓનું ઉઠમણું થઈ જાય. (આપણે ફરવાની સાથે ફરવાની સલાહ આપવાના પણ શોખીન છીએ. નવસારી સુધી પણ નહીં ગયેલો માણસ નૈનિતાલ કેવી રીતે જવું તેની સલાહ આપી શકે, હોં ભઈ!)

                        ગુજરાતીઓના લેટેસ્ટ બે શોખ. એક – ટુ વ્હીલર અને બીજો – મોબાઈલ. જગતમાં સૌથી વધારે ટુ વ્હીલર ગુજરાતમાં ફરે છે. આપણું ચાલે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે પણ ટુ-વ્હીલર વાપરીએ. પહેલાના જમાનામાં એવું કહેવાતું તું કે ‘દેવું કરીને પણ ઘી પીવું.’ હવે એવું કહેવાય છે કે ‘દેવું કરીને પણ બાઈક લેવું.’ ગુજરાતીઓના ‘દિલની સૌથી નજીક’ જો કોઈ હોય તો તે છે મોબાઈલ (કેમકે આપણે મોબાઈલને હંમેશાં શર્ટના ઉપલાં ખિસ્સામાં જ રાખીએ છીએ.) જાત-જાતના મોબાઈલ, ભાતભાતની રિંગટોનનો આપણને જબરજસ્ત ક્રેઝ છે. મોબાઈલની સૌથી વધુ સ્કિમ આપણા ગુજરાતમાં જ છે અને તેનો સૌથી વધુ લાભ પણ ગુજરાતીઓ ઉઠાવે છે. જો સ્કિમમાં ‘ફ્રી’ લખ્યું તો તો ‘ખ…લ્લા…સ’. રાત્રે દસથી સવારે છ, ‘મોબાઈલથી મોબાઈલ ફ્રી’ એવી સ્કિમ જાહેર થાય એટલે ગુજરાતીઓ મચી જ પડે.. બાજુ-બાજુમાં બેઠા હોય તો પણ મોબાઈલથી મોબાઈલ વાતો કરે ! (હે…લો…, અને જ્યારે બિલ આવે ત્યારે કંપનીવાળા જોડે સૌથી વધુ બબાલ પણ આપણે જ કરીએ છીએ, હોં ભઈ !)

                     ગુજરાતીઓની સ્વભાવગત ખાસિયત પણ અનોખી છે. આપણે એવર ઓપ્ટિમિસ્ટ એટલે કે સદાય આશાવાદી માણસો છીએ. શેરબજાર ક…ડ…ડ…ડ…ભૂ…સ…કરતું તૂટે તો પણ આપણે આશા રાખીએ છીએ કે ‘કશો વાંધો નહીં, કાલે બજાર ઉપર આવી જ જશે.’ આ સાથે આપણે ગુજરાતીઓ એટલા જ ખમીરવંતા પણ છીએ. ભૂકંપ આવે, પૂર આવે કે બોમ્બ બ્લાસ્ટ થાય, આપણે ત્યાં બીજા દિવસથી તો બધું રાબેતા મુજબ….
.
                      ગુજરાતીઓની એક સૌથી મોટી ખાસિયત, ખૂબી, વિશેષતા, વિલક્ષણતા એ છે કે આપણે ગુજરાતીઓ ક્યારેય પણ કોઈનાથી ઈમ્પ્રેસ થતા નથી. સાદા શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય કોઈથી ઘીસ ખાતા નથી. ગમે તેવો મોટો ચમરબંધી હોય પણ આપણે તેનાથી અંજાઈ જતા થી. ‘એ લાટસા’બ હોય તો એના ઘેર, મારે શું ?’ આવી તાસીર જ આપણને ‘જીદ કરી દુનિયા બદલવાની’ શક્તિ આપે છે અને તેના લીધે જ ગુજરાતની ધરતી પર ગાંધીજી, સરદાર અને ધીરુભાઈ જેવી હસ્તીઓ પાકી છે. (શું કહો છો, બરાબરને ભઈ?)હાચુ કઉં તો મને તો ઍક ગુજરાતી હોવાનો બહું ગર્વ છે, તમને છે?જો હા તો, ઍક સાચા ગુજરાતી તરીકે તમે પણ આપણી આ ‘ગુજરાતી ગૌરવ ગાથા’ ને આગળ ધપાવો.
                                                                                                       
                                                                                                - જલ્સા કરો ને જેન્તિલાલ.
                                                                                                

Sunday, June 3, 2012

તમને નથી ખબર..? તો પુછો ઇન્ટરનેટ ને....!!


                આજ નો યુગ એટલે કમ્ટપ્યૂર અને ઇન્ટરનેટ નો યુગ,ગમે ત્યા જાઓ હવે તો ભાઇ ઇન્ટરનેટ કે કમ્પ્યૂટર વગર ચાલે જ નહી,એ પછી કોઇ જગ્યાએ ટિકીટ બૂક કરાવા જાઓ,કે હોટેલ મા જાઓ,કે બેંક મા જાઓ,કે કોઇ કોરપોરેટ ઓફિસ મા,ગમે ત્યા જાઓ કમ્ટપ્યૂર હોય હોય ને હોય જ! જેમા ઇન્ટરનેટ ના હોય તેમ બને જ નહી!નાના કામ થી લઇ ને મોટા કામ મા હવે તો ભાઇ ઇન્ટરનેટ વિના થાય જ નહી! "ઇન્ટરનેટ વિના સુનો સંસાર" આવી પરિસ્થિતિ થઇ છે બરાબર ને?    

               ઇન્ટરનેટ નો ઉપયોગ દરેક લોકો અલગ અલગ રીત થી કરતા હોય છે જેમ કે કોઇ પણ વસ્તુ ની સચોટ માહિતી માટે,કે નવી વસ્તુ જાણવા માટે,કોઇ કામ માટે,કે કોઇ ફક્ત મનોરંજન માટે. ઇન્ટરનેટે વિશ્વ ને ઘણુ બધુ આપ્યુ છે,ઘણી નવી શોધો થાય છે,આપણી દરેક આરામદાયક જિંદગી ના ટાઇમ ટેબલ ને વધારે સાનુકૂળ બનાવનાર માધ્યમ થઇ ગયુ છે.આપણુ ગમે તે કામ હોય ઇન્ટરનેટ થી એકદમ સરળ..

                 મિત્રો,આજે આપણે મોટાભાગે કોઇ પણ વસ્તુ જાણવા કે જોવા ગૂગલ સર્ચ એન્જીન નો ઉપયોગ કરીએ છીએ,બરાબર? કોઇ ને કઇક બતાવવુ હોય તો પણ કહીએ કે "અરે યાર ગૂગલ પર લખને એટલે આવી જશે..!!" પણ બોસ ગૂગલ ન હતુ ત્યારે? ત્યારે ભાઇ યાહુ હતુ,કે બીજુ કોઇ સર્ચ એન્જીન પણ શુ ગુગલ જેટલી મજા આવતી ત્યારે? ના.! અરે આ બધુ છોડો,સર્ચ એન્જીન જ નહોતા ત્યારે?

                 આજે તો કેટલી બધી સરળતા થી બધુ જાણી શકાય છે!પણ જ્યારે સર્ચ એન્જીન ન હતુ ત્યારે પહેલુ સર્ચ એન્જીન ઇ.સ ૧૯૯૦ મા બન્યુ જેમા આ રીતે દર્શાવામા આવતુ

 
                કેટલાય સર્ચ એન્જિનો આવતા રહ્યા જેમા પ્રખ્યાત ASK,AOL,MSN,YAHOO,BING,GOOGLE જેવા રહ્યા છે,પણ જેમા ખુબજ પ્રખ્યાત જે છે તે આપ સૌ જાણો જ છો...તે છે  GOOGLE, દરેક લોકો એ વેબ બ્રાઉસર મા ગુગલ જ હોમપેજ મા સેટ કરીને રાખ્યુ હશે  ,સર્ચ એન્જિન ની વાત બઉ થઇ હવે,બીજા બ્લોગ મા વિસ્તાર પૂર્વક ચર્ચા કરીશુ,હવે આવીએ મુળ વિષય પર,આપણે વાત કરતા હતા ઇન્ટરનેટ ની,સર્ફિંગ ની,સ્માર્ટ સર્ફિંગ ની.

            
                                          આજે કોઇ પણ વિષય પર લેખ જોવો હોય તો એકજ નામ આવે,એ નામ કોનુ? હા વિકિપીડિયા.દુનીયાભર ના ગમે જે વિષય પર લેખ વાચવા મળી જાય. જેની શરુઆત કરી હતી જીમી વાલેસ અને લેરી સેંજરે ૧૫ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે.યુ.એસ મા.પહેલા આપણ ને કોઇ વિષય પર
આટલી સરળતા થી માહિતી ન મળતી જેવી કે અત્યારે વિકિપીડિયા પાસે થી મળે છે. કોઇ પણ શબ્દ લખો એટલે પહેલી લિંક તો વિકિપિડિયા ની જ મળે.






      






jimmy wales


                                                                                                                                     Larry Sanger


                 આતો થઇ વિકિપિડિયા ની વાત,ઇન્ટરનેટ ના બીજા ફંક્શન તો હજી બાકી છે.પિકાસા,બ્લોગર,વલ્ડપ્રેસ,યાહૂ આન્સર કે પછી ઓનલાઇન લર્નીંગ,યુટ્યુબ,ને બીજુ ઘણુ બધુ.....આખી દુનીયા ને સમાવી લિધી છે.


                  ફોટા ની સાચવણી નુ કેન્દ્ર તથા સ્ટુડિઓ એટલે પિકાસા,ગામ આખા ના વિડીયો સચવાય યુટ્યુબ પર,ગીતો માટે હંગામા તથા ઇન.આખા ગામ ની પંચાત થાય સોસિયલ નેટવર્કિગ સાઈટ્સ મા,જેમા ટ્વિટર,ફેસબૂક તો મોખરે છે.


                 બીજુ પણ ઘણુ છે જાણવાનુ તો બસ થઇ જાઓ શરુ ને ચાલુ કરો ના ખબર હોય તે ઇન્ટરનેટ ને પુછવાનુ,કારણકે "પુછને મે ક્યા જાતા હે"......
                                                                      - Ankur Patel

Friday, May 25, 2012

પરિણામ...!! પરિણામ...!!મા-બાપનુ કે વિદ્યાર્થીનુ??

               આજે ૨૪ મે ૨૦૧૨,દરેક વિદ્યાર્થી કે જેઓ સામાન્ય પ્રવાહ મા છે તેમના પરિણામ નો દિવસ,જે દિવસ ની આતુરતા પૂર્વક રાહ જોવાતી તે આજે પુરી થઈ,આજે બધાના ધબકારા વધી ગયા હશે ખરૂ ને? જો જો એટેક ના આવી જાય હો...!! રિઝ્લ્ટ જોયા પછી આવે તો વાંધો નઈ!

                 આ પરિણામ નો દિવસ અનોખો હોય છે નઈ? ૧ વર્ષ ની મહેનત ૩ કલાક મા કાગળ ના ટુકડા(પ્રશ્ન પેપર) માથી જોઈ ને કાગળ ના ટુકડા મા ઉતારવાની(જવાબવહી, જેમા આજુબાજુ ના ટુકડા પણ જોવાઈ જાય...!!) અને તપાસનાર ૩ જ મિનિટ્સ મા ચેક કરે! અને જો ચા ની ટેવ ધરાવનાર ને જો ચા ન મળે તો તેનો
ગુસ્સૉ પેપર પર ઉતારે! હવે વિદ્યાર્થીએ ૧વર્ષ ની તનતોડ મહેનત નુ ત્યા પોસ્ટ મોટર્મ થાય.

                   પરિણામ ના દિવસે બધા ઉત્તેજક હોય,પરિવારજનો(ખાસ કરીને વિદ્યાર્થી)અને કેમ ના હોય..!! આખરે આ તો કેરિયર ની પસંદગી કરવાનો મોકો! બધા કોઈ ને કોઇ ડિગ્રી હાંસલ કરી ને સારુ ભવિષ્ય બનાવશે,કોઇ નોકરિ,ધંધો કે વ્યવસાય કરશે,બધા ને બેસ્ટ ઓફ લક,સારી કરીયર પસંદ કરી આગળ વધો,દેશ ને આગળ લાવો.

                     પરિણામ ના અમુક દિવસો પહેલા બધા ભગવાન પર તુટી પડે છે નઈ!! ભગવાન પાસ કરાવી દેજો,કોઇ રેન્કર વિદ્યાર્થી હોય તો તે ટકા ની માંગણી કરે,ત્યારે તો ભગવાન નુ સર્વર પણ બિઝી થઈ જતુ હશે.! ને ભગવાન ને કોઇ ને કોઇ ગિફ્ટ આપી ખુશ કરે,કોઇ નારિયેળ ચડાવે,કોઇ પ્રસાદ,કોઇ દુધ તો કોઇ કઈક દાન કરે,કોઇ દિવસ ગાયને રોટલી ના આપી હોય ને ત્યારે ગાયને ઘાસ ખવડાવે,ઓહોહોહોહો ભાઈ દાનવીર.!! ..!   આપણુ રિઝલ્ટ જોયા પછી,આપણા મિત્રો તથા પરીક્ષા મા સાથે બેઠેલા પડોશીઓ નુ રિઝલ્ટ જોઈએ. એમ માનીને કે સાલુ એણે કેવુ લખ્યુ છે ? આને તો આ દાખલો કે પ્રશ્ન સાચો લખ્યો હતો,મારે બાકી હતો કે પછી,એણે તો બધા પેપર મા સાચા જવાબો લખ્યા હતા એનુ રિઝલ્ટ કેવુ આવ્યુ ?            

                      કોઇ ના પાસીંગ માર્ક,તો કોઇ મધ્યમ,કોઇ ૭૦ થિ ૮૦% વાળા, આ બધા જ્યારે ટિ.વી પર રેન્કરો ના ઈન્ટર્વ્યૂ જોવે ત્યારે તેમના મોઢા જોવા જેવા હોય છે,બિચારા બેઠા હોય એક ખુણો પકડિને.

                      હવે તો કોલેજ મા ઍડમીશન ની તૈયારી કરવાની,કોઇ કઈ ફેકલ્ટી મા જવુ તે નક્કી કરવાનુ તો થઈ જાઓ તૈયાર જીવન ને સફળ કરવા અને સારી કાર્કીદી બનાવવા

                    આખા ગુજરાત નુ પરિણામ લગભગ ૬૮.૪૪% છે,એટલે કે ૩૧.૫૬% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે,તેમા નાસીપાસ ના થશો ભાઇ...ગાંધીજી લંડન મા લેટીન ની પરીક્ષા મા નાપાસ થયા હતા,પ્રખ્યાત કાર્ટુનિસ્ટ આર.કે લક્શ્મણ પણ એકવાર નાપાસ થયા હતા,રાજ કપૂર પણ મેટ્રિક ની  લેટીન ની પરીક્ષા મા નાપાસ થયા હતા.અને બીજા ઘણા ઉદાહરણૉ છે કે જે નાપાસ થયા બાદ પણ સફળ છે,  તો ચિંતા છોડો અને સુખ થી જીવો,

                  So very very best of luck to you & all the best

                                                                                                            - Ankur Patel

Sunday, February 12, 2012

"Real Life Manners"


                           મિત્રો આપણે જીવન મા મેનર્સ,ડિસીપ્લિન,હોનેસ્ટી,સિન્સ્યારીટી.....વગેરે શબ્દો ઘણીવાર વારંવાર સાંભળ્યા હશે ખરૂ ને..??

                           પણ આપ જાણો છો કે આ બઘા પાર્ટ જીવન મા સારો એવો બદલાવ લાવી શકે છે? ચાલો વીસ્તાર થી સમજીએ..

               ઘણા લોકો કહેતા હશે કે પોઝીટીવ વીચાર કરવો,નેગેટીવીટી ને દુર રાખો, તેમ છતાય આપણે નેગેટીવીટી ની પાછળ જ દોડતા રહીએ છીએ,પોઝીટીવ વિચાર કરવા નૂ મુખ્ય પાસુ "Law of Attraction"  એટલે કે આકર્શણ નો સિધ્ધાંત છે. હવે આ આકર્શણ નો સિધ્ધાંત શુ કહે છે,તો

                  આકર્શણ ના સિધ્ધાંત મુજબ કોઈ પણ વસ્તુ ને આકર્શાવા માટે આપણે આપણા મન ને તેની પર પુરેપુરુ ફોકસ કરવાથી તે ભવીષ્ય મા પણ આકર્શાય છે. એક જુની વાત કહુ તો એક વાર એક છોકરો બિલકુલ સામાન્ય છોકરો,તેને ચિત્રો દોરવાનો બહુજ શોખ,તે ખુબજ સૂંદર ચિત્રો દોરતો તેની કલ્પના દ્વારા,તેના બધાજ ચિત્રો ખુબજ સૂંદર હતા પણ તે એક ચિત્ર પર ખુબજ ધ્યાન દોરતો જે ચિત્ર મા તેણે એક સૂંદર મહેલ નુ સર્જન કર્યુ હતુ.અને રોજ તેને જોઇ ને ફક્ત એકજ વાત વિચારતો કે એકવાર હુ પણ આવા મહેલ નો માલીક બનીશ,અને ખરેખર એક દિવસ એવો આવ્યો પણ ખર!! તમને જાણી ને નવાઇ લાગે પણ આ હકીકત છે,બીજી વાત,તને શબરિ વિષે તો જાણતા જ હશો! તેણે શુ કર્યુ બસ એકજ રટણ રામજી મારા ઘરે આવશે,રામજી મારા ઘરે આવશે.અને રામજી તેના ઘરે આવ્યા પણ ખરા..!!
       
                 એટલે કે આપણે ફક્ત આપણી વિચારસરણી હકારાત્મક કરવાથી આપણા મા પણ હકારાત્મક પરીવર્તન આવે છે,આપણા વિચારો એક તરંગ છે,જેમ અવાજ એક તરંગ છે,આપણે કોઇ પણ વિચાર કરીએ છીએ ત્યારે એક તરંગ રુપે કુદરત પાસે પોહચે છે,અને કુદરત ફક્ત એકજ શબ્દ બોલે છે "તથાસ્તુ".
એટલે આપણે નકારાત્મક વલણો રજુ કરીએ ત્યારે ઘણી વાર તેવુ થતુજ હોય છે,મારા જીવન મા પણ આ પરિસ્થીતિ થઇ ચુકી છે.

                  હકારાત્મક જીવન જીવવા માટે હંમેશા ભુલ,કે કોઇ પરિસ્થીતીઓ ને સ્વીકારો,જો કોઇએ આપની મદદ કરી હોય તો આભાર પ્રગટ કરો,જેથી તમારા મન ને એક આનંદ અનૂભવાશે,તથા સામે વાળા વ્યક્તિ ને હંમેશા ફરી એનાથી પણ સારૂ કામ કરવાની લાગણી થશે,જેમ કે તમારુ બાળક જો તમે આવો અને તમારા માટે પાણી નો ગ્લાસ લઇ ને આવે અને ત્યારે તમે એમ કહો કે "સારુ થયુ બેટા તુ પાણી લઇ ને આવ્યો મને ખૂબજ તરસ લાગી હતી" તો બાળક ફરી એનાથી પણ સારુ કામ કરવા પ્રેરાશે.
                                                                                                                                 Ankur Patel